Posts

Showing posts from June, 2020

ભાગ 3 - દુઃખનું કારણ - ક્રોધ ગુસ્સો

આજે ઘણો અઘરો મુદ્દો હાથ માં લઇ લીધો હોઈ એવું લાગે છે. કારણ કે ગુસ્સો એક એવી વસ્તુ છે એના પર કાબુ  કરવો ખુબજ મુશ્કેલ છે. મારા ખ્યાલ થી ગુસ્સા ને અને ક્રોધ ને કોઈ કાબુ માં કરી શક્યું હોઈ એવું મને યાદ નથી. ખાસ તો હું ખુદ લેખ લખવા બેઠો છું અને મારા ખુદ ને મારા ગુસ્સા પર કાબુ નથી. પણ મુદ્દો છે ઘણો મહત્વનો અને એને કેમ કાબુ માં કરવો એના મેં કરી જોયેલા ઉપાયો કેવાના છે. મારા કામ માં તો ના આવ્યા પણ કદાચ બીજા ના કોઈ ના કામ માં આવી જાય. ખુદ ભગવાન પણ જો ક્રોધિત થઇ જતા હોઈ તો આપડે તો મનુષ્ય છીએ, ક્રોધ તો પ્રાણીઓ ને પણ આવે કુદરત ને પણ આવે એટલે જ તો વાવાઝોડા, ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ બને છે. પાડાઓ એક બીજા સાથે સીંગડા માં સિંગડા ભરાવી ને ઝઘડે છે, કુતરાઓ એક બીજા ને જોઈ ને મારવા કે બટકા ભરવા દોડે છે. આ ગુસ્સો છે જ એવો આવે ત્યારે કંઈ સમજાઈ નહિ શું સાચું અને શું ખોટું. હંમેશા એવું જ લાગે ગુસ્સા કરવા વાળો જ સાચો અને સામે જે ઝપટ માં આવ્યો એ ખોટો. નથી મન પર કાબુ રેતો કે નથી મગજ પર કોઈ વાર તો એવું પગલું ભરાઈ જાય કે એવું કેવાઈ જાય કે જેનો જીવન ભર અફસોસ રહે. એમાંય બે સરખે સરખા ભેગા થયા હ...