ભાગ 3 - દુઃખનું કારણ - ક્રોધ ગુસ્સો
આજે ઘણો અઘરો મુદ્દો હાથ માં લઇ લીધો હોઈ એવું લાગે છે. કારણ કે ગુસ્સો એક એવી વસ્તુ છે એના પર કાબુ કરવો ખુબજ મુશ્કેલ છે. મારા ખ્યાલ થી ગુસ્સા ને અને ક્રોધ ને કોઈ કાબુ માં કરી શક્યું હોઈ એવું મને યાદ નથી. ખાસ તો હું ખુદ લેખ લખવા બેઠો છું અને મારા ખુદ ને મારા ગુસ્સા પર કાબુ નથી. પણ મુદ્દો છે ઘણો મહત્વનો અને એને કેમ કાબુ માં કરવો એના મેં કરી જોયેલા ઉપાયો કેવાના છે. મારા કામ માં તો ના આવ્યા પણ કદાચ બીજા ના કોઈ ના કામ માં આવી જાય.
ખુદ ભગવાન પણ જો ક્રોધિત થઇ જતા હોઈ તો આપડે તો મનુષ્ય છીએ, ક્રોધ તો પ્રાણીઓ ને પણ આવે કુદરત ને પણ આવે એટલે જ તો વાવાઝોડા, ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ બને છે. પાડાઓ એક બીજા સાથે સીંગડા માં સિંગડા ભરાવી ને ઝઘડે છે, કુતરાઓ એક બીજા ને જોઈ ને મારવા કે બટકા ભરવા દોડે છે. આ ગુસ્સો છે જ એવો આવે ત્યારે કંઈ સમજાઈ નહિ શું સાચું અને શું ખોટું. હંમેશા એવું જ લાગે ગુસ્સા કરવા વાળો જ સાચો અને સામે જે ઝપટ માં આવ્યો એ ખોટો. નથી મન પર કાબુ રેતો કે નથી મગજ પર કોઈ વાર તો એવું પગલું ભરાઈ જાય કે એવું કેવાઈ જાય કે જેનો જીવન ભર અફસોસ રહે. એમાંય બે સરખે સરખા ભેગા થયા હોઈ તોતો પતી જ ગયું માનો.
કોઈ પણ સમસ્યા નું સમાધાન શોધતા પેલા એનું મૂળ શોધવું જરૂરી છે એટલે ખબર તો પડે કે આ ગુસ્સો આવવાનું કારણ શું છે. અહીં નીચે એક લિંક છે એ દાદા ભગવાન ના એક પુસ્તક ગુસ્સા ઉપર ની છે તમને સમય મળે તો વાંચજો કદાચ કઈંક સમજવાનું અને જાણવાનું મળે. અહીં ક્લિક કરો. પુસ્તક માં લખ્યા પ્રમાણે અને સામાન્ય અનુભવ થી અમુક કારણો તો ચોખા અને ચટ છે, જેમકે પોતાનું ધાર્યું ના થાય અથવાતો સામી વાળી વ્યક્તિ પોતાને સરખી રીતે સમજતી નથી, કામ માં તણાવ હોઈ અને ઘણી વાર તો વાત માં જ કઈ ના હોઈ અને ગુસ્સો આવી જતો હોઈ છે. એવાતો કેટલા કારણો છે અને એનું લિસ્ટ લખવા બેસીસું તો લિસ્ટ લાબું લચક થઇ જશે અને તોય બધા કારણો તો કવર નહિ જ થશે.
એક વાત માણસે હંમેશા યાદ રાખવી જોઈએ, કોઈ પણ બાબત હોઈ એમાં હંમેશા બે અલગ અલગ દ્રષ્ટિકોણ હોઈ જ છે, એક છે એ તમારો અને બીજો સામે વળી વ્યક્તિ નો જે તમારા થી કદાચ અલગ હોઈ. તમારો જે દૃષ્ટિકોણ છે તમને એમજ લાગે કે એજ સાચો છે અને સામે વળી વ્યક્તિ નો જો એ મેચ ના થશે તો તમને એમ લાગશે એ તમારો વિરોધ કરે છે કે તમને સમજતો નથી પણ બધા પોતપોતાની રીતે સાચાજ છે અને શાંતિ થી ચર્ચા વિચારણા કરી ને કોઈ પણ વસ્તુ નો હલ શોધી શકાય છે.
"નવું કંઈ ના મળે તો ચાલશે પણ, મળેલું ખોવાઈ ના જાય તે ધ્યાન રાખજો."
ગુસ્સો કેમ આવે છે એતો બધાને ખબર જ છે પણ ગુસ્સા ના સમય માં શું કરવું એ મહત્વનું છે. એક વાત તો ચોક્કસ છે કે ગુસ્સો આવે ત્યારે મગજ કામ કરતુ બંધ થઇ જાય છે અને એટલે જ તમે ગમે તેટલા લેખો વાંચ્યા હશે કે ગમે તેટલા ઉપાયો વિચાર્યા હશે કે ગુસ્સો આવશે ત્યારે આમ કરીશ અને ગુસ્સો શાંત કરીશ એ બધા જ ભુલાઈ જશે.
પણ જેમ મેં મારા આગળ ના લેખ માં કહ્યું છે એમ આપડે થોડી એવી તેવો કેળવવી જોઈએ જે આપણ ને કોઈ પણ સમય માં મદદ રૂપ થાય. ગુસ્સા માટે તમે શાંત રેવાની કે ચૂપ રેવાની ટેવ કેળવો. જયારે ગુસ્સો આવે છે ત્યારે ગમે તે થાય પણ તમારે કઈ એની પ્રતિક્રિયા નથી આપવાની અને કઈ બોલવું જ નહિ, એના થી એવું થશે કે જયારે ગુસ્સો શાંત થશે ત્યારે તમને પસ્તાવો નહિ થશે કે ખોટું થઇ ગયું કે ખોટું બોલાઈ ગયું. ગુસ્સો તો જ્વાળામુખી જેવો છે જે આવે ત્યારે ફુલ ફોર્સ થી હવામાં ઉડે અને શાંત થઇ જાય તો આરામ થી વહેવા લાગે. એટલે ગુસ્સો પણ એવો જ છે આવે ત્યારે કઈ ખબર નહિ પડે કે કેમ આવ્યો અને શું શું નુકશાન કરી નાખ્યું એ તો તમને ગુસ્સો શાંત થશે ત્યારે જ ખબર પડશે. એટલે આ એક ટેવ કેળવો કે ગમે તે થાય પણ હું ચૂપ જ રહીશ અને થોડા સમય માટે કઈ બોલીશ જ નહિ. બોલશો તો તિખારા થશે સામે વળી વ્યક્તિ પણ માથાભારે હશે તો ગુસ્સો શાંત થતા થતા કેટલા દિવસ નીકળી જશે એ પણ ખ્યાલ નહિ રહે. એટલે કોઈ પણ એકે ચૂપ થઇ જવું અને રાહ જોવી ક્યારે સામે વળી વ્યક્તિ શાંત થઇ જાય.
આપડી સામે વાળી વ્યક્તિ કોઈ વાર ગુસ્સો કરે તો તેની સામે ગુસ્સો કરવા કરતા એ થોડો સમય સાચવી લેશુ તો જીવન ઘણું સુખી થઇ જશે. ગુસ્સા માં માણસ શું બોલે છે શું કરે છે એ કઈ એને સમજ નથી રેતી પણ સામે વાળા જે શાંત છે એને તો ખબર હોવી જોઈએ કે આજે ભાઈ નો મગજ છટકેલ છે, ગમે ત્યાં ફૂંફાડા મારશે એટલે એને સામે વડકા ના ભરવા. જો ઘરવાળો જોબ કરી ને આવે છે તો થોડો સમય એને આપવો જેથી એ કામ માંથી મન ફેરવી ઘર પર લાવી શકે. આજનો દિવસ એના માટે કેટલો તણાવ વાળો રહ્યો હશે એ બીજાને તો ખબર નહિ પડે, એટલે સમય તો લાગે. થોડું એવું હોઈ તો હળવો નાસ્તો બનાવી ને આપો, ચા બનાવી આપો જેથી એ રિલેક્સ થઇ જાય. ઘણીવાર તો માણસ ને ભૂખ્યા ભૂખ્યા પણ ગુસ્સો આવે. એટલે ગુસ્સો આવે કે એવું લાગે કે મગજ ઠેકાણે નથી ત્યારે પેલા તો થોડું ખાઈ લો અને પાણી પી લો. થોડું મન ને ભટકાવવાની કોશિશ કરો જેમ કે કોઈ મન પસંદ પ્રવૃત્તિ કરો , સંગીત સાંભળો કે તો કૉમેડી મૂવી જોવો આવું કરવાથી ટોપિક બદલાઈ જશે.
સામે વાળી વ્યક્તિ ગુસ્સે હોઈ તો બને ત્યાં સુધી એને થોડો સમય આપો અને શાંત થવા દો , એના સામે વડકા ના ભરો કે એને જે નથી ગમતું એ ના કરો એનાથી એ વધુ ગુસ્સો થશે તો સારું છે કે આપડે થોડી સમજ થી કામ લઈએ। આપડે એમ વિચારવાનું કે આપડો મગજ ઠેકાણે છે અને પેલા ગુસ્સો કરે છે એનો ઠેકાણે નથી એટલે આપડે સમજી ને સાચા નિર્ણયો લઇ શકીશું. કે છે ને બોલતા પેલા થોડું વિચારવું જોઈએ અને જે વ્યક્તિ ને ગુસ્સો આવે છે એને બોલવામાં કે વિચારવા માં ભાન નથી રેતુ એ ગમે તે બોલી નાખે અને પછી પસ્તાઈ છે એટલે જ ગમે તેટલો ગુસ્સો આવે તોય એવું ટેવ પાડો કે બને ત્યાં સુધી ઓછું બોલો અને થોડો સમય પસાર થવા દો સમય સાથે ગુસ્સો પણ શાંત થઇ જશે.
"શબ્દ સંભાળી ને બોલીયે શબ્દ ને હાથ કે પગ નથી હોતા, એક શબ્દ કરે ઔષધિ તો એક શબ્દ ઘા પણ કરે છે." - સંત કબીર
બીજા વિચારો બીજા ભાગ માં.
Comments
Post a Comment