ભાગ 2 - દુઃખનું કારણ - બીજા પાસે થી અપેક્ષા।
ભાગ 2- બીજા પાસે થી અપેક્ષા। કોઈએ મને પૂછ્યું કોણ દુઃખ આપે છે તને કે જોઈએ , અને મેં કીધું કે મારી પોતાની જ "Expectations" ભાગ 1 માં ઈર્ષા અને ખાલીખોટી બિનજરૂરી મહત્વકાંશા કેમ દુઃખ નું કારણ બને છે એ જોયું . આજ ના ભાગ માં બીજા પાસે થી રાખેલ અપેક્ષા કેમ આપણ ને દુઃખી કરે છે અને એનાથી કેમ દૂર રહી શકાય અને એવી તે કઈ ટેવો આપડે કેળવવી કે જે આપણ ને ગમે તેવા સંજોગો માં પણ ખુશ રાખે. કોઈ પણ વસ્તુ કે નવા નિયમો અપનાવવા એ ઘણા મુશ્કેલ છે. જીવન માં કઈ બદલાવ લાવવો એ એટલો સહેલો હોત તો ચિંતા જ ક્યાં હતી. જો સેહલું હોત તો તો આપડે ગમે ત્યાં એડજેસ્ટ ના થઇ જાત. એવું જ કાંઈક આ અપેક્ષા નું છે, બીજા પાસે રાખેલી આશાઓ નું છે. માનવ સ્વભાવ જ એવો છે કે આપડે બીજા માટે કંઈક કરીયે તો આપણ ને તરતજ એના પ્રત્યે આશા બંધાઈ જાય છે કે આપડે આના માટે આ કર્યું તો એ આપડા માટે આ કરશે, અને આપણું ધાર્યું જો ના થાય તો તરત જ સામે વાલી વ્યક્તિ માટે નકારાત્મક વિચારો આવવા માંડશે અને મનમાં ને મનમાં ગુસ્સો ભરાશે. માં બાપ હશે તો એમને એમના બાળકો પાસે આશા તો જરૂર જ હશે કે અમે અમ...