ભાગ 1 - દુઃખનું કારણ -- અસંતોષ અને ઈર્ષા
ભાગ 1 - દુઃખનું કારણ -- અસંતોષ અને વધુ પડતી મહત્વાકાંક્ષા
દુઃખના તે કારણ શોધવાના હોઈ ? એના તો ગણ્યાખુટે નય એટલા કારણો છે પણ એનો સામનો કઈ રીતે કરવો આપડે, એવી તો કઈ ટેવ પાડી શકીયે જે આપણ ને મનોબળ પૂરું પડે અને ગમે તેવા સંજોગો માં આપણને ઉત્સાહિત રાખે?
લોકો દુઃખી શામાટે છે? બધું હોવા છતાંય મન શાંત કેમ નથી? અને નવું નવું નકામું જે જરૂરી નથી એના પાછળ પણ મન કેમ દોડ્યા કરે છે? સંતોષ કેમ નથી? આવાતો અનેક સવાલો છે જેના જવાબ આપડે પોતે જ શોધવાના છે. હા માર્ગદર્શન માટે બીજા ની મદદ જરૂર લઇ શકાય. પણ સૌથી મહત્વું નું છે કે તમે ખુદ તમારા વિચારો પર નિયંત્રણ મેળવો અને ખુદ આશાવાદી બની ને ખુશનુમા જીવન જીવો. જેટલી વહેલી તકે તમે સમજી જશો એટલું વધુ આનંદ થી જીવન જીવી શકશો. વાતો હંમેશા એક બીજા ને કેતી રેહવી, વાતો કરવાથી કોઈ પણ સમસ્યા ના નિરાકરણ સુધી જલ્દી પોહચી શકાય છે બાકી તમને સમસ્યા ના હલ તરફ નો રસ્તો તો જરૂર મળી રહેશે, દુનિયા માં આપડા કરવા વધુ અનુભવી બેઠા જ છે ક્યારે કોણ આપણ ને મદદ કરી જાય કોને ખબર. એટલે જ પોતાની મુશ્કેલી કે મૂંઝવણ ની વાતો એક બીજા મિત્રો કે અનુભવી સાથે કરતા રહેવું. અત્યાર સુધી ના જીવન ના મારા અનુભવ થી મને એક વાત તો ખબર પડી કે એવી તો કોઈ સમસ્યા છે જ નહિ કે તેનો રસ્તો ના હોઈ, કોઈ ને કોઈ ઉપાય હોઈ જ છે કોઈ વાર ઉપર વેલા મળી જાય અને કોઈ વાર થોડી રાહ જોવી પડે.
હું હંમેશા ગમેતેવા અગવડ ભર્યા સમય માં હકારાત્મત વલણ ને અપનાવવાની કોશિશ કરું છું. દરેક વખતે સફળ થઈશ એની કોઈ ગેંરટી નથી પણ કોશિશ કરવા માં કંઈ ખોટું પણ નથી, ક્યાં આપડે એક રૂપિયો પણ બગાડવાનો છે. ઘણી વાર સાંભળ્યું હશે કે જીવન છે તો તકલીફ તો રેવાની જ અને નવી નવી સમસ્યા પણ આવવાની જ, કોઈ એનાથી બચી શકવાનું નથી બધા ને એનો સામનો તો કરવો જ પડે છે અને એનો સામનો કઈ રીતે કરો છો એ મહત્વનું છે.
બધા ને પોતપોતાની સમસ્યાઓ છે અને પોતાની સમસ્યાથી મોટી બીજી કોઈ સમસ્યા છે જ નહિ એવું જ લાગે. જે ગરીબ છે એમને રોજ ખાવાનો મેળ કેમ કરવો એ, વિદ્યાર્થી છે તો એમને ભણતર કેમ પૂરું કરવું પરીક્ષા માં કેમ પાસ થવું એ ટેન્શન છે, ભણતર પછી જોબ નું ટેન્શન, જોબ મળે તો નવી જગ્યા એ અનુકૂળ થવાનું ટેન્શન, પછી લગન નું , છોકરાઓ નું વગેરે વગેરે , વેપારી છે તો એમને માલ સમાન કેમ વેચવો કેમ વધુ નફો કરવો એનું ટેન્શન છે, વિદેશ માં વસતા લોકો માટે એમની પોતાની સમસ્યા. કેવાનો મતલબ એટલોજ છે કે માણસ કોઈ પણ હોઈ પણ દુઃખનું પોટલું, સમશ્યાનું પોટલું તો જોડે ને જોડે લઇ ને જ ફરે છે. ફરક એટલો જ છે કે એ બીજા ની સમસ્યા ને અનુભવી નથી શકતો. એટલે જ એને લાગે છે કે એના જેટલો દુઃખી આ દુનિયા માં બીજો કોઈ છે જ નહિ. આપડે આ દ્રષ્ટિ જ તો કેળવવાની છે. કઈ રીતે નાની નાની વાત માં સુખ શોધવું અને કઈ રીતે વર્તમાન સમય માં જીવવું એ જો આવડી જશે તો તમારું કામ અડધા કરતા ઉપર સોલ્વ થઇ જશે.
કોઈ પણ વસ્તુ શરૂઆત માં સહેલી નથી લાગતી કે કોઈ પણ ટેવ એમજ નથી કેળવાઈ જતી, પણ એનો વારંવાર અભ્યાસ કરવાથી આપણ ને એની ટેવ પડી જાય છે. તમારે સારી ટેવ કેળવવા માટે સારી ટેવ નું પુનરાવર્તન કરવું પડે અને એક સમયે તમે જાતે ક્યારે એ ટેવ નું પુનરાવર્તન કરતા થઇ જશો એ પણ ખબર નહિ પડે.
ભગવાને ના માંગવા છતાંયે કેટલું બધું આપ્યું છે, પણ તોય કંઈક ને કંઈક પામવાની ઈચ્છા હંમેશા માણસ ને દુઃખી કર્યા કરે છે. ભલે એ આપડા માટે જરૂરી હોઈ કે ના હોઈ બીજા પાસે છે તો આપણી પાસે કેમ નથી ? એ સવાલ માણસ ના મન ને શાંત જ નથી બેસવા દેતો અને જ્યાં સુધી એનું નિવારણ નહિ આવે ત્યાં સુધી માણસ બેબાકળો થઇ ને ગોથા માર્યા જ કરે છે.
બાકી જીંદગીથી કોઈ ફરિયાદ નથી,
બસ છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી,
વ્યસ્તતા એ માજા મૂકી છે બરાબર,
છેલ્લે ક્યારે રજા આવી એ યાદ નથી,
આંખના ખૂણા મેં સાફ કર્યા હતા કે,
ખરી ગયું એ પાણી એ યાદ નથી,
આમ તો સતત હાસ્ય રાખું છું ચેહરા પર,
સાચ્ચે હસ્યો તો ક્યારે એ યાદ નથી,
જે વરસાદ માં હું ભીંજાયો હતો દિલથી,
એ વરસ્યો તો ક્યારે એ યાદ નથી,
જીવતા જીવતા ઈચ્છાઓને બધાની,
ક્યારે હું મને જ ભુલ્યો એ યાદ નથી,
ઉભો નથી કતાર માં તારા મંદિરે ઈશ્વર,
પણ તને હું ભુલ્યો એવી ક્ષણ યાદ નથી.
આ લેખ એ મારા અલગ અલગ ગુરુઓ અને વડીલો સાથે ની મારી મુલાકાતો અને શિબિર અને અન્ય લેખો જે મેં વાંચ્યા છે એનો જ સારાંશ છે. હું ખુદ ના ભૂલી જાવ એના માટે પણ મેં આ લેખ લખવું જરૂરી માન્યું. કારણ કે સુખ ના સમય મા (સારા સમય માં) બધું યાદ જ રહે છે અને મન પ્રફુલ્લિત જ રહે છે પણ જેવું જરા પણ ટેન્શન આવ્યું દુઃખ આવ્યું એટલે સમજ નહિ પડે શું કરવું અને શું ના કરવું. મન ખોટા વિચારો એ ચડી જશે અને ના કરવાના કામ કરવાનું વિચારશે.એટલે જ તમારે તમારી પાસે કોઈ એવું તો સાહિત્ય કે પુસ્તક જરૂર રાખવું જે તમને ગમે તેવા કપરા સમયે પણ સારું માર્ગદર્શન આપે અને તમને પ્રેરિત કરે.
મને તો સમય માટે નું વાક્ય સારી રીતે મન માં ઠસી ગયું છે કે છે ને "સમય કદી કોઈ ની રાહ નથી જોતો એ તો હંમેશા ચાલ્યા જ કરે છે, અને સમય કદી સરખો નથી રેતો એ તો બદલાયા જ કરે છે" માટે જ આજે જો ખરાબ સમય છે તો કાલે સારો સમય અચૂક આવશે. એટલે જ માણસે હંમેશા આશાવાદી બનવું જોઈએ. માણસ પાસે હંમેશા વિકલ્પો તો હોઈ જ છે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરવો એ મહત્વું નું છે. તમે કાતો આશાવાદી બની શકો અને કાતો નિરાશાવાદી અને બંનેવ તમારા ઉપર જ છે જે બનવું હોઈ એ કોઈ રોકવા નહિ આવે. નિરાશાવાદી બનશો તો તમારું ટેન્શન બમણું થશે અને દુઃખ વધશે અને આશાવાદી બનશો તો તમને કોઈ પણ પરિસ્થિતિ નો સામનો કરવા માટે નવું જોમ આવશે નવો ઉત્સાહ આવશે. એટલે આશાવાદી બનવા માં કઈ નુકશાન છે નહિ. આશાવાદી બનવા માટે માણસે હંમેશા સારા ઉચ્ચ સપના જોવા જોઈએ અને એને પામવા માટે પુરા ખંત થી એની પાછળ પડી જવું જોઈએ. આ ઉંચા સપના તમને ઘણા ખરા દુઃખ માંથી બહાર લાવી આપશે. આજે જો તમે પુરી મેહનત થી સપના પાછળ પડશો તો દુનિયા માં બીજા શું કરે છે કોની પાસે શું છે એ બધું આપોઆપ ભૂલી જશો. હવે તમારી કોઈ ની સાથે સરખામણી જ નથી તો પછી તમારે દુઃખ શાનું આવશે, જે છે એ બસ તમે અને તમારા સપના.
" માણસ તો એના સપના જેટલો જ અમીર છે. ખીસા ખાલી હોઈ તો પણ સપના હોઈ તે યુવાન ક્યારેય ઈર્ષા ના કરે. ઇતિહાસ તો સ્વપ્નદૃષ્ટા ઓ નો જ છે. સપનાં જ દુનિયા બદલવાની શક્તિ છે. " - કિમ વૂ ચૂંગ

પેહલી સૌથી મહત્વની વસ્તુ છે સંતોષ. જે માણસ સંતોષી હશે એમને દુઃખ ના કારણો પણ ઓછા હશે. કે છે ને હાલશે, ચાલશે અને ફાવશે એમાં માનનાર બો ઓછા દુઃખી થાય છે. સંતોષ ક્યારે આવશે?? પેલા મૂવી નો ડાઈલોગ છે ને મારી જરૂરિયાતો છે ઓછી એટલે મારા માં છે દમ. એ જ તો છે, જયારે માણસ ની જરૂરિયાત ઓછી હશે ત્યારે શાંતિ આપોઆપ જ આવી જશે. દરેક વ્યક્તિ એ પોતાના પાસે કેટલું છે એ જોવું જોઈએ નહિ કે બીજા પાસે કેટલું છે. તમારે કદી ભૂખ્યા સુવાનો વારો આવ્યો છે? કે કદી તમે રોડ પર ઓઢવાના વગર સુતા છો? તમે પૈસા કમાવા માટે ગટર માં ઉતરી ને કામ કર્યું છે ? નથી કર્યું ને તો પછી તમારા જેવા ખુશનસીબ કોઈ નથી. તમારે ભગવાન નો આભાર માનવો જોઈએ કે આવું સરસ જીવન તમને આપ્યું છે. સમય કદી કોઈ ની રાખ નથી જોતો એ તો દોડ્યે જ જવાનો છે માટે તમારે નક્કી કરવાનું છે કે સમય કેમ પસાર કરવો. જે સગવડ આપડી પાસે છે એને ઉત્તમ બનાવવા મેહનત કરવી જોઈએ નહિ કે બીજા પાસે છે અને આપડી પાસે કેમ નથી એમાં જીવ બાળી ને. ઈર્ષા તો દુઃખ નું મૂળ છે તમને ઈર્ષા નહિ થશે તો તમે આપોઆપ ખુશ રહેશો. મારુ તો એમ માનવું છે કે ઈર્ષા માં સમય વ્યથિત કરવા કરતા કોઈ પણ વસ્તુ મેળવવા પાછળ મેહનત કરશો તો એ વસ્તુ તમને જરૂર મળશે. વગર મહેનતે હાર માનવા કરતા મેહનત કરી ને જોવા માં મજા છે પછી ભલે ને તમે સફળ નહિ થાવ પણ તમને જાણવા અને શીખવા ઘણું મળશે અને એ જ કદાચ તમારા માટે બીજા સફળતા ના દ્વાર ખોલી દેશે.
મને તો લાગે છે કે પેલા ના સમય માં ટીવી ઓછા હતા અને ધારાવાહિક શ્રેણી ઓ પણ ઓછી હતી અને હતી એ મન પ્રફુલ્લિત કરે એવી અને અન્ય જ્ઞાન મળી રહે એવી હતી અને આજકાલ ની શ્રેણીઓ જોશો તો બદલો કઈ રીતે લેવો, બીજા પાસે થી કામ કઈ રીતે નીકળવું, બીજા ને પાછળ રાખી ને આગળ કઈ રીતે વધવું એ જ વધુ આવે છે અને લોકો ને એમાં રસ પણ પડે છે. જોવા માં કઈ ખોટું નથી પણ જોવા જોવા માં આપડે ક્યારે એ અનુસરવા લાગીયે છીએ તેનો પણ ખ્યાલ નથી રેતો. શું જોવું શું ના જોવું એ તો આપડા ઉપર જ છે. મને તો દુઃખી મૂવી કે પ્રેમ વાળા મૂવી જોવા ગમે જ નહિ, એના કરતા સારા હાશ્ય વાળા, કઈ ટેકનોલોજી વાળા, કાર્ટૂન વાળા એવા મૂવી જોવા ગમે એ જોવા થી મન હંમેશા હળવું અને ખુશ રહે. બાળકો તો જે જોશે એ જ શીખશે. તમે જાણતા અજાણતા ક્યાંક એવું તો નથી શીખવાડી રહ્યા જે એના મગજ પર અને મન પર નકારાત્મક અસર પાડે?? ધ્યાન રાખજો. બધા ના સારા અને ખરાબ પાસાં હોઈ છે માટે જ તો ભગવાને આપણ ને નિર્ણય કરવાની શક્તિ આપી છે, નિર્ણય તમારે જ કરવાનો છે શું સારું છે ભવિષ્ય માટે અને કેમ એ જ સારું છે એ પણ.
જયારે ટેક્નોલોજી અને ઈન્ટનેટ ઓછા હતા ત્યારનું આપણું જીવન અને બધું આવ્યા પછી નું આપણું જીવન કેવું બદલાઈ ગયું છે એ જ વિચાર ઘણી વાર મને આશ્ચર્ય માં મૂકી દે છે. પેલા તો આપડે આ દુનિયા માં શું ચાલી રહ્યું છે, કોણ શું કરે છે કોઈની માથાકૂટ નોતી જીવન તોય શાંતિ થી ખુશી થી પસાર થતું તું. મોબાઇલ શું છે એ પણ ક્યાં અને અત્યારે કયો લેવો અને બીજા ની સામે દેખાડા કેમ કરવા એમાંથી ઉંચા નથી આવતા. કેવાનો મતલબ એટલોજ છે કે જેમ જેમ સુવિધા વધતી ગઈ એમ એમ આપડી જરૂરિયાતો પણ વધતી ગઈ અને તેમ તેમ ટેન્શન પણ વધતા ગયા. તમે સમય ને બદલી તો શકવાના નથી પણ હા એના જોડે ઍડ્જષ્ટ જરૂર થઇ શકીયે છીએ. એ ઍડ્જષ્ટ કેમ થવું એ આપડા પર છે, બહાર ફરવા જાવ, કોઈ શાંત જગ્યા એ જય ને વિચારવિમોચન કરો કે તમારું જીવન કેવું ચાલે છે એવી તે ઘણી વસ્તુ ઓ છે જે તમે કરી શકો છો.

કોઈ બાળક ને જોતા જ આપણ ને કેવું આપણું બાળપણ યાદ આવી જાય છે અને એ તો છોડો આપડે ખુદ બાળક બની ને એની સાથે રમવામાં એટલા તો વ્યસ્ત થઇ જઇયે છીએ કે ગમે તેવું દુઃખ કે સમસ્યા હોઈ એ ભૂલી ને બાલકોમય બની જઇયે છીએ. આજ તો છે સુખનું સરનામું, બાળકો ખુશ છે કારણકે તેઓ ને કોઈ હરીફાઈ નથી કે કોઈ તેમનું લક્ષ નથી કે જેને પામવા માટે તેમણે રાત અને દિવસ મેહનત કરવી પડે. તેમને નથી કોઈ ની સાથે તુલના કે આ મારા કરતા આગળ નીકળી જશે કે આની પાસે મારા કરતા વધુ કપડાં છે કેવો સારો ફોન છે જે મારી પાસે નથી. આનું ઘર કેવું સુંદર છે, કેટલી સરસ ગાડી છે વગેરે વગેરે. નથી તેમને કોઈ ડર કારણ કે એ જાણે છે મારુ ધ્યાન રાખવા વાળા મારા માતા પિતા છે જ.
આપણે એવું શામાટે ના કરી શકીયે, કે આપણું બધું દુઃખ, તણાવ જે કઈ છે એ ભગવાન ના ભરોસે છોડી દઈએ અને આપડે બિન્દાશ થઇ ને આપણું જીવન માણીયે. તમે જો ભગવાન માં માનતા હોઈ તો પુરી શ્રદ્ધા થી માનવા જોઈયે. કોઈ પણ પરિસ્થિતિ માં એ બેઠા જ છે જે આપણ ને રસ્તો બતાવશે. એના પાર ભરોસો હશે તો એ તમને ભૂખ્યા તો નહિ જ સુવા દે એટલી વ્યવસ્થા તો કરી જ આપશે. હવે એનો મતલબ એ પણ નથી કે તમે સાવ નવરા બેઠા બેઠા મચ્છર મારો. આપડે ફળ ની આશા રાખ્યા વગર મેહનત કરવાની બસ અને પછી ભગવાન ના માથે છોડી દેવાનું. એને જેમ ઠીક લાગે એમ કરશે આપડે શું.
આજ ની ફિલોસોફી પુરી કરતા કરતા એક છેલ્લી વાત કરી દવ કદાચ કોઈ માટે ઉપયોગી બની રહે.
એક વાર હું અને મામા વાડી એ જતા હતા અને રસ્તા માં વાતો ના વડા કરતા કરતા ક્યારે મામા એ એક એવી વાત કરી કે જે વાત મારા મન પર ધણી ઊંડી અસર છાપ છોડી ગઈ અને હું ઘણો આભારી પણ છું મામા નો કે ખબર નહિ કે શા માટે એમને એ વાત કરી હશે. એ વાત એમ હતી કે એમની વાડી મા એક મંજૂર પરિવાર રહે છે જે દાડી નું કામ કરે, એમને ઘરે 3 બાળકો હતા નાના નાના અને એ પણ એમને રોજ ની દાડી મજૂરી માં મદદ કરતા. વરસ માં એક વાર દિવાળી ના તહેવાર પર એ લોકો પોતાના ગામડે જાય અને પછી પાછા આવી ને એ જ ખેત મજૂરી માં લાગી જાય. ના તો એમના પાસે ફોન ની સુવિધા કે ના તો વાહન ની સાયકલ વાપરે અને મામા ના ઘરે થી ખાવા પીવાનું લઇ આવે જે ઘટતું હોઈ એ બાકી મોટા શહેર માં શું ચાલે છે કે બીજા લોકો શું કરે છે એની કઈ જ ગતાગમ નહિ. મેં મામા ને કીધું કે આ લોકો નું જીવન કેવું કે કઈ આઈડિયા જ નથી કે આ દુનિયા માં શું ચાલે છે. એમના બાળકો નું ભવિષ્ય પણ શું એમના માબાપ તો જીવન આખું મજૂરી માં કાઢશે અને આવનારી પેઢી પણ એમાં ને એમાંજ. ત્યારે મામાએ કીધું કે વાત તો સાચી પણ એ લોકો ને એ ખબર જ નથી કે દુનિયા કેવી છે એના માટે તો આ વાડી અને બીજું એમનું વતન એ જ દુનિયા છે. વર્ષે જે કમાઈ એ વતન જઈ ને ખર્ચ કરે અને જલસા કરી ને પાછા આવી જાય. જો એ લોકો ને ખબર જ નથી કે દુનિયા માં આવું ચાલી રહ્યું છે તો એમને એમની ચિંતા પણ નથી કે એ બીજા કરતા કેટલા પાછળ છે અને એમની પાસે શું નથી જે બીજા પાસે છે. જે એમની પાસે છે એનાથી એ લોકો ખુશ છે અને એમાંય રાતના ભોજન માં છાસ મળી જાય તો તો વાત જ ના પૂછ એટલા ખુશ થઇ જાય.
કેવાનો મતલબ એટલો જ કે કોઈ વાત બધું જાણવામાં પણ મઝા નથી. આપડે જેટલું જાણીયે છીએ અને આપડા પાસે જેટલું છે એમાં ખુશ રહેતા જો આપડે શીખી જઇયે તો બધે સુખ અને સુખ જ છે. ખોટી લાલચ અને ખોટી બીજા સાથે ની સરખામણી જ ઘણી વાર આપડી પાસે બધું હોવા છતાંય રંક જેવો અનુભવ કરાવે છે. નવું શીખવું અને નવું જાણવું હંમેશા જરૂરી છે પણ બીજા ની સાથે સરખાવ્યા વગર.
આશા છે કે હું મારા વિચારો તમને સરખી રીતે સમજાવી શક્યો હૉઇશ. કઈ ઉમેરવા જેવું કે કઈ ટિપ્પણી હોઈ તો કોમેન્ટ સેકશન માં જરૂર લખી ને જણાવશો તો મને આનંદ થશે.

"દરેક માણસ ના હૃદય માં બે જીંદગી હોઈ છે. એક જે જીવે છે એ, અને બીજી જે જીવવા માંગે છે એ."
આના પર ચર્ચા આપડે બીજા ભાગ માં કરશું।.
આભાર.
આના પર ચર્ચા આપડે બીજા ભાગ માં કરશું।.
આભાર.
Comments
Post a Comment