ભાગ 2 - દુઃખનું કારણ - બીજા પાસે થી અપેક્ષા।

ભાગ 2- બીજા પાસે થી અપેક્ષા।

કોઈએ મને પૂછ્યું કોણ દુઃખ આપે છે તને કે જોઈએ , 
અને મેં કીધું કે મારી પોતાની જ "Expectations"

ભાગ 1 માં ઈર્ષા અને ખાલીખોટી બિનજરૂરી મહત્વકાંશા કેમ દુઃખ નું કારણ બને છે એ જોયું . આજ ના ભાગ માં બીજા પાસે થી રાખેલ અપેક્ષા કેમ આપણ ને દુઃખી કરે છે અને એનાથી કેમ દૂર રહી શકાય અને એવી તે કઈ ટેવો આપડે કેળવવી કે જે આપણ ને ગમે તેવા સંજોગો માં પણ ખુશ રાખે.

કોઈ પણ વસ્તુ કે નવા નિયમો અપનાવવા એ ઘણા મુશ્કેલ છે. જીવન માં કઈ બદલાવ લાવવો એ એટલો સહેલો હોત તો ચિંતા જ ક્યાં હતી. જો સેહલું હોત તો તો આપડે ગમે ત્યાં એડજેસ્ટ ના થઇ જાત. એવું જ કાંઈક આ અપેક્ષા નું છે, બીજા પાસે રાખેલી આશાઓ નું છે. માનવ સ્વભાવ જ એવો છે કે આપડે બીજા માટે કંઈક કરીયે તો આપણ ને તરતજ એના પ્રત્યે આશા બંધાઈ જાય છે કે આપડે આના માટે આ કર્યું તો એ આપડા માટે આ કરશે, અને આપણું ધાર્યું જો ના થાય તો તરત જ સામે વાલી વ્યક્તિ માટે નકારાત્મક વિચારો આવવા માંડશે અને મનમાં ને મનમાં ગુસ્સો ભરાશે. માં બાપ હશે તો એમને એમના બાળકો પાસે આશા તો જરૂર જ હશે કે અમે અમારા બાળકો માટે આટલું બધું કર્યું છે તો એ પણ અમારા માટે કાઈંક કરશે, માન્યું કે એ સ્વાભાવિક છે અને એમાં કઈ ખોટું પણ નથી પણ જો એવું ના થઇ તો ભગવાન ની ઈચ્છા માની ને જતું કરતા આવડી જાય તો કોઈ સમશ્યા જ નહિ આવે. ઘણી વાર તો આપડે કોઈને સામેથી મદદ કરી ને પણ આશા બાંધી દઈએ છીએ. સામેવાળા બધી વાર તમારી ધારણા માં ખરા ઉતરે એ જરૂરી નથી અને બધા નો સ્વભાવ પણ સરખો નથી જો સરખો હોત  તો તો ક્યાં કઈ મુદ્દાઓ જ ઉદ્ભવત.

ક્યાંક તો મેં વાંચ્યું હતું કે "આશા નહીં તો નિરાશા પણ નહીં", વિચાર તો ઘણો ઊંડાણ ભર્યો છે અને વિચારવા લાયક પણ છે. એના ઉપર જરા તત્વચિંતન કરશો તો ઘણી સમશ્યા તો આપોઆપ ઉકેલાઈ જશે. આના માટે આપડે એક નવી ટેવ કેળવવી પડશે એ છે બીજા પાસે કસી આશા રાખવી નહિ. હા કેવા જેટલું કઈ સેહલું તો નથી પણ પેલા ભાગ માં કીધું એમ કોશિશ કરવામાં કઈ ખોટું પણ નથી. કે છે ને કે નિઃશ્વાર્થ ભાવે કરેલું કાર્ય હંમેશા લેખે લાગે છે તો પછી આપડે એવી કોશિશ કરીયે કે કોઈ ને પણ  કદાચ મદદ કરવાની થાય તો એ  મદદ નિઃશ્વાર્થ ભાવે કરીયે. મોટા માણસો કદી કોઈ ની આશા ના રાખે એવા સ્વાભિમાન થી વિચારી ને કરશો તો સરખી મદદ પણ કરી શકશો અને મદદ કરવાનો આનંદ પણ ઉઠાવી શકશો.

આશા વગર ની મદદ તો મર્યાદા વગર નું રીટર્ન 

આપડી સામે કેટલા સારા જીવતા જાગતા ઉદાહરણો છે, સુરજ દાદા -ચાંદા મામા જે વગર કઈ અપેક્ષા એ પોતાનું અજવાળું ફેલાવે જ છે ને. હા એમાં સવાલ થઇ કે એ લોકો ને ક્યાં કોઈ ની મદદ ની જરૂર પાડવાની છે અને એ લોકો ને આપડા જેમ હાર્ડમારી થોડી છે તો એની સાથે આપડે સરખામણી કરીયે. વાત પણ સાચી છે પણ કોઈ પણ વસ્તુ કે લક્ષ્ય મેળવવા માટે તમારે તમારી સામે એ લક્ષ્ય કરતા મોટું લક્ષ્ય ધારવું પડે તો તમે નક્કી કરેલા ધ્યેય પાસે પોહચી શકશો. 10 કિલોમીટર ચાલવા માટે તમે 15 કિલોમીટર નો ધ્યેય રાખશો તો તમે 10 ની નજીક પોહચી શકશો બાકી તો 6-7 કિલોમીટર માં થાકી જશો. આપડી શાળાઓ ની પરીક્ષાઓ તો યાદ છે ને, 70 ટકા માર્ક્સ લાવવા માટે 85 ટકા માર્ક્સ ની મહેનત તો કરતા જ ને. આ પણ એવું જ છે, અહીં તમારો ધ્યેય છે આશા વગર બીજાને મદદ કરવાની જેમ સુરજ દાદા અને ચાંદા મામા કરે છે એમ. 
 
હું તો કર્મ ના નિયમ માં માનું છું એ જ મને બીજા પાસે થી આશા રાખ્યા વગર બીજા ને મદદ કરવામાં માં મદદ કરે છે. કર્મ સારા હશે તો તમને ગમે ત્યારે સારું ફળ તો મળવાનું જ છે હા થોડું વહેલું મોડું થશે પણ મળશે તો જરૂર જ. તો તમારે પણ એ જ કરવાનું છે અથવાતો એક કોશિશ કરવાની છે કે સારા કર્મ કરો ફળ ની આશા રાખ્યા વગર અને બીજું બધું ભગવાન પર છોડી દો. 

કર્મ એક એવું રેસ્ટોરન્ટ છે જ્યાં તમારે ઓર્ડર આપવની જરૂર નથી, 
ત્યાં આપણને એ જ મળશે જે આપણે પકાવ્યું છે.

સારું કામ કર્યું હશે તો ભગવાન જરૂર તમારા ખરાબ સમય માં તમને સારો માર્ગ બતાવશે જ અને નહિ તો તમારા માટે માર્ગદર્શક મોકલી આપશે. મારે તો હંમેશા આવું જ થયું છે ગમે તેવા મુશ્કેલી ના સમય માં કોઈ તો હાથ પકડી ને એમાંથી બહાર કાઢવા વાળા મળી જ જાય છે કાંતો  મિત્ર ના રૂપ માં કે તો પત્ની ના રૂપ માં કે માબાપ ના રૂપ માં. ઘણીવાર તો ના ધાર્યું હોઈ એના પાસે થી પણ સામેથી મદદ મળી રહે. કદાચ આ કર્મ નો કક્કો મારા જીવન માં સારી રીતે પાક્કો થઇ ગયો લાગે છે એનું કારણ એ જ છે કે નાનપણ થી ગીતા અને બીજા એવા લેખો જે વાંચ્યા છે એ અને ગુરુ ઓ જેના પાસે શિક્ષા લેવા જતા શિબિર કરવા જતા એમના પાસે થી કર્મ ના નિયમ નું વારં વાર રટણ સાંભળતા સાંભળતા ક્યારે એ હું અનુસરવા મંડ્યો એની પણ ખબર નથી મને. એક વાત તો છે તમે જો ફળ ની આશા ભગવાન પાર છોડી દેશો તો તમે વિચારવાયુ માંથી મુક્ત થઇ ને આરામ થી સમય પસાર કરી શકશો. માટે આ ટેવ પાડવાની કોશિશ જરૂર કરજો.

ઘણી વાર તો આપડા સારા કર્મ આપડા બાળકો ને પણ કામ આવે છે. કે છે ને પુણ્યનો ઘડો છલકાઈ ગયો તો એ છલકાઈ ને આપડા પરિવાર પાર આપડા નજીક વાળા પર જરૂર સારી અસર કરે છે. સારા કર્મ નું સારું ફળ અને ખરાબ કર્મ નું ખરાબ. માટે કદાચ કોઈ તમારી આશા ઉપર ખરું ના ઉતરે તો માનજો કે કદાચ તમે એવા જાણતા અજાણતા ખરાબ કર્મ કર્યા હશે જે તમે અત્યારે ભોગવો છો. પણ હિમ્મત ના હારતા એ બધી વસ્તુ નું સમય ચક્ર હોઈ છે જે હંમેશા ફર્યા જ કરે છે એટલે ખરાબ સમય સાચવી લેશો તો સારો સમય તમારી વાટ જોઈ ને જ ઉભો હશે. દરેક માતા પિતા ઓ એ આવી ટેવ પોતાના બાળકો ને પડાવવી જ જોઈએ. બાળક ના કુમળા મન પાર તમે કોઈ પણ ચિત્ર આસાની થી દોરી શકશો. એટલે જો નાનપણ થી જ બાળક કઈ પણ શીખશે એ એને જીવનભર યાદ રહશે અને કામ આવશે. આપડે કોઈના માટે નહિ તો આપડે આપડા પ્રિયજનો માટે પણ સારા કર્મ કરવા જોઈએ. 

ઘણા એમ કહેશે કે આપડે જો ભોળા બનશું તો બધા આપણ ને છેતરી જશે અને આપડે જો મદદ કરતા રહેશુ તો આપડા પાછળ શું વધશે તંબુરો?. પણ પાછળ કઈ વધે કે ના વધે એ આપડે નહિ જોવાનું એ ભગવાન પર છોડી દેવાનું આપડા થી બનતી મદદ જરૂરિયાત મંદ ને હંમેશા નિશ્વાર્થ ભાવે થાય એટલી કરવી જોઈએ. ઘણી વાર એમ થાય કે આપડે જ શામાટે હંમેશા દોડીએ અને હેરાન થઈએ બીજા પાછળ, કોઈ આપડા માટે કઈ કરે છે તો આપડે કરીયે, પણ એ જ છે કે જો બધા આવું જ વિચારશે અને બધા જો સરખા હશે તો એના માં ને આપડા માં ફરક શું? તો પછી સારું કોણ વધશે અને એક સમય એવો આવશે કે આપડા માટે આપણું ઘર જ દુનિયા થઇ જશે અને ઘર માં કોણ તમે અને તમારી ઘરવાળી અને છોકરા. છોકરાવ ની પણ કઈ ગૅરંટી નહિ એતો જેવું જોશે એવું શીખશે. એટલે એનો પણ વાંક નહિ કાઢી શકશો. 

આવી પરિસ્થિતિ માં આપડે જો એમ વિચારીયે કે ભગવાને આપણને કેવી સરસ મજા ની તક આપી છે દુનિયા ને દેખાડવા માટે કે દુનિયા માં સારા માણસો પણ છે જે બીજી કોઈ અપેક્ષા કે આશા વગર કર્મ કર્યે જાય છે અને આપડે જ બીજા માટે ઉદાહરણ પૂરું પાડવાનું છે જેથી એ લોકો આપણ ને જોઈને કંઈક શીખે. સારું જોશે તો સારું શીખશે અને ખરાબ જોશે તો ખરાબ. એટલે તમે કેવો સમાજ જોવા માંગો છો તમે કેવી દુનિયા જોવા માંગો છો એ મુજબ તમે પણ કર્મ કરો તમે પણ બદલાવ તો આસપાસ વાળા પણ આપોઆપ બદલવા માંડશે. કોઈએ તો શરૂવાત કરવી પડશે ને, ચાલો આપડે આ તક ઝડપી લઈએ. બદલાવ લાવવામાં થોડો સમય તો લાગે જ છે એટલે કઈ તરત જ બધું બદલાઈ જશે અને તમે ધાર્યું છે એમ થવાં માંડશે એમ ના વિચારસો, સમય આપો અને પરિવર્તન માટે રાહ જોવો. આપડા થકી  જો 2-5 માણસો પણ બદલાઈ તો એનાથી મોટી સફળતા બીજી કોઈ નથી.

આજે બસ આટલું જ. આશા છે કે તમને મારો કેવાનો મતલબ સમજાયો હશે.
તમારા પ્રતિભાવોઃ ટિપ્પણી માં જરૂર લખજો.

આભાર.





















Comments

Popular posts from this blog

ભાગ 3 - દુઃખનું કારણ - ક્રોધ ગુસ્સો

Top 100 Inspirational Quotes